તમારું સ્વેપ પાર્ટીશન સુધારવું એ બધા સુધારાઓ માટે જરુરી નથી. તમારી પાસે આ સ્ક્રીન પહોંચી છે કારણકે સ્થાપન કાર્યક્રમે તમારી પાસે સ્થાપન સાથે ચાલુ રાખવા માટે પૂરતી મેમરી નથી એમ નક્કી કર્યું છે.
અંહિ તમે સ્વેપ ફાઈલ તમારી હાર્ડ ડિસ્ક પર બનાવવાનું પસંદ કરી શકો છો. સ્વેપ ફાઈલ એ વર્ચ્યુઅલ મેમરી તરીકે રખાશે અને તમારી સિસ્ટમનો પ્રભાવ સુધારે છે.
જો તમે સુધારા દરમ્યાન સ્વેપ ફાઈલ બનાવવા ઈચ્છો નહિં, તો તમે સ્થાપન અને તમારા પોતાના માટે જરુરી ફાઈલો બનાવવાનું અડધેથી છોડવાનું વિચારો.
સ્વેપ ફાઈલ બનાવવા માટે, સ્વેપ ફાઈલ બનાવો ની પાછળનું બટન પસંદ કરો.
આગળ, તમારા માઉસની મદદથી, પાર્ટીશન પસંદ કરો કે જ્યાં તમારી સ્વેપ ફાઈલ રહેલી છે.
પૂરા પાડવામાં આવેલા ક્ષેત્રમાં સ્વેપ ફાઈલનું માપ (MB માં) દાખલ કરો.